TANKARA:ટંકારાના છતર GIDC દારૂ પ્રકરણમાં ૩ મહિનાથી નાસતો ફરતો મુખ્ય આરોપી ઝડપાયો

TANKARA:ટંકારાના છતર GIDC દારૂ પ્રકરણમાં ૩ મહિનાથી નાસતો ફરતો મુખ્ય આરોપી ઝડપાયો
ટંકારા: ટંકારા તાલુકાના છતર જી.આઈ.ડી.સી.માં આવેલા એક ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડાયાના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી પોલીસને થાપ આપી રહેલા મુખ્ય આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
આશરે ત્રણ મહિના પહેલા ટંકારા પોલીસ દ્વારા છતર જી.આઈ.ડી.સી.માં આવેલા એક ગોડાઉન પર બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેઇડ દરમિયાન પોલીસને ગોડાઉનમાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો:ઇંગ્લીશ દારૂની બોટલો: ૪,૯૫૬ (કિંમત રૂ. ૬૪,૪૨,૮૦૦/-)પ્લાસ્ટિકના ચપલા: ૨૭,૬૦૦ (કિંમત રૂ. ૨૭,૬૦,૦૦૦/-) કુલ મુદ્દામાલ: રૂ. ૧,૧૭,૨૨,૮૦૦/-
તે સમયે પોલીસે સ્થળ પરથી ૪ આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ ગોડાઉન ભાડે રાખનાર મુખ્ય સૂત્રધાર પ્રિન્સ વિરેન્દ્રભાઇ ઝાલરીયા નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
બાતમીના આધારે ધરપકડ ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ જ્યારે પેટ્રોલીંગમાં હતો, ત્યારે તેમને સચોટ બાતમી મળી હતી કે નાસતો ફરતો આરોપી પ્રિન્સ ઝાલરીયા મોરબી વિસ્તારમાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આરોપીને દબોચી લીધો હતો.ઝડપાયેલ આરોપી પ્રિન્સ વિરેન્દ્રભાઇ ઝાલરીયા (ઉંમર ૨૨ વર્ષ)રહેવાસી: ભગવતી પાર્ક સોસાયટી, નાની વાવડી ગામ, મોરબી.ટંકારા પોલીસે આરોપી પ્રિન્સની અટકાયત કરી છે અને આ મોટા દારૂના નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની વધુ વિગતો કઢાવવા માટે તેના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.










