MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA ટંકારાના મેઘપર(ઝાલા) ગામે જુગાર રમતાં પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા
TANKARA ટંકારાના મેઘપર(ઝાલા) ગામે જુગાર રમતાં પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા
ટંકારા પોલીસ મથક ટીમને મળેલ પૂર્વ બાતમીને આધારે ટંકારા તાલુકાના મેઘપર(ઝાલા) ગામે જુગાર અંગે રેઇડ કરતા ગામની સીમમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે જુગારની મહેફિલની મજા માણતા અજયસિંહ દેવેન્દ્રસિહ ઝાલા રહે.મેઘપર (ઝાલા), નંદલાલભાઇ કેશવજીભાઇ સવસાણી રહે.હિરાપર તા.ટંકારા, રમણીકલાલ હરજીવનભાઇ રામાનુજ રહે.ટંકારા સરદારનગર, સહદેવસિહ ચંદુભા જાડેજા રહે.પડધરી બસ સ્ટેશન સામે તથા વલ્લભભાઇ રામજીભાઇ તળપદા રહે.મોવૈયા તા.પડધરીવાળાને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે ટંકારા પોલીસે સ્થળ ઉપર આરોપીઓ પાસેથી રોકડા રૂ.૫૦,૫૦૦/- કબ્જે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.