GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ભારત બંધ એલાનને ટંકારા તાલુકામાં બહોળો પ્રતિસાદ મળ્યો.

TANKARA:તા. 21 ઓગષ્ટ 2024 નાં દિવસે ભારત બંધ એલાનને  મોરબીના ટંકારામાં બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

 

 

તા.1 ઓગષ્ટ નાં સુપ્રિમ કોર્ટ નાં જજોએ અનુસુચિત જાતિ, જનજાતિ નાં અનામત વર્ગીકરણ તેમજ ક્રિમિલેયર વિષયે ગેરબંધારણીય જજમેન્ટ આપેલ હતું. જેનાં વિરોધનાં પગલે સમસ્ત ભારતનાં બુદ્ધિજીવીઓએ તા.21 ઓગષ્ટ નાં દિવસે ભારત બંધનું આહવાન કર્યું હતું.જેમાં બહુજન સમાજનાં હિતેચ્છુ બહેન કુમારી માયાવતીજીએ આ બંધનાં મૂદ્દે સમર્થન આપી સંવૈધાનિક રીતે સુપ્રિમ કોર્ટ નાં જજ કાયદો ન ઘડી શકે, સંસદ ભવનમાં જ કાયદા ઘડાય છે… એવી ટકોર કરી હતી..


ભારતભરમાં બંધનાં પગલે મોરબી જીલ્લાનાં ટંકારા શહેર અને તાલુકામાં મોટેભાગે વેપારી વર્ગો દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું હતું.અનુસુચિત જાતિ જનજાતિ સમુદાય નાં લોકોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી, ડૉ.આંબેડકર ભવનથી ટંકારા શહેરનાં મુખ્ય માર્ગો પરથી માર્ચ કરીને ટંકારા મામલતદારશ્રી મારફતે રાજ્યપાલ શ્રીને આવેદન પત્ર આપ્યું હતું. અનામત વિષયે સર્વોચ્ચ અદાલત દ્વારા અપાયેલ જજમેન્ટ ને સંસદીય પ્રક્રિયાથી સુધારણાં પર લાવવાં અથવા પરત ખેંચવામાં નહીં આવે તો સમસ્ત બહુજન સમાજને ઉગ્ર આંદોલન નાં રસ્તે જવું પડશે તેવી રજૂઆત બહુજન અગ્રણી નાગજીભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી…

Back to top button
error: Content is protected !!