TANKARA:એડવોકેટ પ્રોટેક્સન એક્ટ લાગુ કરવા ટંકારા બાર એસોસિએશનના વકિલો દ્વારા મામલતદારને આવેદનપત્ર
એડવોકેટ પ્રોટેક્સન એક્ટ લાગુ કરવા ટંકારા બાર એસોસિએશનના વકિલો દ્વારા મામલતદારને આવેદનપત્ર
સમગ્ર રાજ્યની સાથે આજે ટંકારાના પણ વકીલોએ સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે અને બધાં જ જિલ્લાઓમાં આવેદન આપવાના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતાં. ટંકારામાં પણ મામલતદારને આવેદન આપવામાં આવ્યું. આજે ટંકારા બાર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ઉજરીયા ,આર જે ભાગીયા ,અતુલ ભાઈ ત્રિવેદી,બિવી હાલા , અલ્પેશભાઈ દલસાણીયા, નિલેશભાઈ ભાગીયા કાનજીભાઈ દેવડા,પિયુષભાઈ ભટાસાણ, અરવિંદભાઈ છત્રોલા, રવિભાઈ લો ,બિ વી ઝાલા , હિતેશભાઈ ભોરણીયા આગેવાનીમાં વકીલોએ સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપી, રાજ્યભરમાં વકીલોની સુરક્ષા માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા, વધુ એક વખત માંગ કરી છે. વકીલોની આ માંગ જૂની છે. વકીલો પર હુમલા થતાં રહે છે, વકીલોની હત્યાઓ પણ થાય છે, પક્ષકારો માટે લડતાં વકીલોના જીવ પર જોખમ હોય છે, વગેરે રજૂઆત સાથે સમગ્ર રાજ્યમાં આ રીતે આવેદનપત્ર આપી વકીલોની સલામતી અને સુરક્ષા માટે રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા માંગણી કરી છે.