GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના સાવડી ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસ ત્રાટકી

TANKARA:ટંકારાના સાવડી ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસ ત્રાટકી
અંતે ટંકારા પોલીસ સાવડી ગામે દેશી દારૂની ભઠ્ઠીનો વિડ્યો સોશિયલ મીડિયા વાયરલ થતાં એક્શનમા આવી
ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે સાવડી ગામથી ઓટાળા ગામ જવાના કાચા રસ્તે નદીના કાંઠેથી 50 લીટર દેશી દારૂ તેમજ દેશી દારૂની ભઠ્ઠીના સાધનોમાં ગેસના ચૂલા, સ્ટીલની થાળી, ગરણી અને પતરાના બેરલ સહિતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન આરોપી રવિરાજસિંહ વિક્રમસિંહ જાડેજા રહે. દેડકદળ તા.ધ્રોલ, જિલ્લો. જામનગર વાળો હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી










