GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા નેકનામથી રોહીશાળા વચ્ચે બાવળની ઝાડીમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો

 

 

TANKARA:ટંકારા નેકનામથી રોહીશાળા વચ્ચે બાવળની ઝાડીમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો

 

​ટંકારા: ટંકારા પોલીસ દ્વારા પ્રોહિબિશન પ્રવૃત્તિઓ વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત એક સફળ કામગીરી કરવામાં આવી છે. નેકનામથી રોહીશાળા જવાના રસ્તે સીમ વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે ત્રાટકીને એક આરોપીની ધરપકડ કરી છે.



​ટંકારા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે નેકનામથી રોહીશાળા તરફ જતા રસ્તે ‘રાજાનો બંધ’ તરીકે ઓળખાતી સીમમાં ચેકડેમની પાળ પાસે બાવળની ઝાડીઓમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલી રહી છે.બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી દેશી દારૂ બનાવવાની સામગ્રી અને સાધનો મળી આવ્યા હતા. પોલીસે નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:​ઠંડો આથો: ૩૦૦ લીટર (કિંમત રૂ. ૭૫૦૦)સાધનો: ગેસનો ચૂલો તથા ભઠ્ઠીના અન્ય સાધનો કુલ મુદ્દામાલ: રૂ. ૮૬૦૦ પોલીસે આ મામલે સ્થળ પરથી રમેશ ભનાભાઈ લોરિયા (ઉં.વ. ૪૫), રહે. નેકનામ, તા. ટંકારાવાળાની અટકાયત કરી છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!