TANKARA:ટંકારાના નાના રામપર ગામે સેવા સહકારી મંડળીની વ્ય.કમીટીની ખોટી ચુંટણી અને સાઘારણ સભા અંગે કલેકટરને રજૂઆત
TANKARA:ટંકારાના નાના રામપર ગામે સેવા સહકારી મંડળીની વ્ય.કમીટીની ખોટી ચુંટણી અને સાઘારણ સભા અંગે કલેકટરને રજૂઆત
નાનારામપર સેવા સહકારી મંડળીના સભાસદો દ્વારા નાનારામપર સેવા સહકારી મંડળીની ખોટી ચૂંટણી તથા ખોટી સાધારણ સભા યોજાઈ હોવાની
ગુજરાતનાં કૃષી મંત્રીશ્રી, સહકાર મંત્રીશ્રી રાજ્યરજીસ્ટ્રાર જીલ્લા, કલેક્ટર ને લેખીત ફરિયાદ કરવામાં આવી છે અને વ્યવસ્થાપક કમિટીને દૂર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
સભાસદોની જાણ વગર અને જિલ્લા રજિસ્ટ્રારની પણ જાણ વગર ગત તા. 26-2-2024થી 2-3-2024 દરમ્યાન કરવામાં આવી હતી. ખરેખર આ ચૂંટણી મે-2024 માં કરવાની હતી. તેમજ તારીખ 28-4-3024ના રોજ સાધારણ સભા પણ બોલાવી હતી. જેમાં 51 સભાસદો હાજર રહ્યા હતા. તેઓએ કહેવાતી ખોટી ચૂંટણીને બહાલી આપતો ઠરાવ કર્યો છે. ખરેખર આવી કોઈ સભા મળી નથી.સભામાં હાજર સભાસદોમાંથી 22 સભાસદોએ લેખિતમાં જણાવ્યું હતું કે, તેમને આવી કોઈ ચૂંટણી પ્રક્રિયા કે સાધારણ સભા વિશે જાણ નથી. અમારી સહીઓ ખેત ધિરાણ લેવા ગયા ત્યારે મંત્રી દ્વારા એમ કહીને લેવામાં આવી હતી કે, તમોને ખાતર અને ધિરાણ સમયસર મળે છે કે નહીં જો મળતું હોય તો સહી કરો.ચૂંટણી બાબતે વારંવાર જિલ્લા રજિસ્ટ્રાર તથા મંડળીના પ્રમુખ/ મંત્રીને લેખિતમાં આપી છે કે આપણી મંડળીની ચૂંટણી લોકશાહી ઢબે બધા જ સભાસદોને જાણ કરી જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવે. આ બાબતે જિલ્લા રજિસ્ટ્રાર પણ મંડળીના પ્રમુખ/મંત્રીને ઉદ્દેશીને પત્ર વ્યવહાર કર્યો છે. છતાં તેને અવગણીને ખોટી ચૂંટણી અને ખોટી સાધારણ સભા કરવામાં આવી છે. ત્યારે આ બાબતે તાત્કાલીક પગલાં લઈ અને ખોટી વ્યવસ્થાપક કમિટીને દૂર કરી કસ્ટોડીયન નિમવા માગણી કરવામાં આવી છે.