કલેક્ટર કચેરી ભરૂચ ખાતે ફરજ બજાવતા કર્મયોગીઓએ કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ મેળવી
ભરૂચ- શનિવાર – કલેક્ટર કચેરી ભરૂચ અને બરોડા હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના સંયુકત ઉપક્રમે આજરોજ કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતાં તમામ કર્મચારીઓ અને અધિકારીઓને Cardio Pulmonary Resuscitation (CPR) તાલીમ આપવામાં આવી હતી. તે સાથે કર્મયોગીઓ માટે મેડીકલ કેમ્પ પણ યોજાયો હતો.
આજે બદલાતી જતી જીવનશૈલીના કારણે હદયરોગના એટેકમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હદયરોગ પહેલા સી.પી.આર.આપીને વ્યકિતનું જીવન બચાવી શકાય તે માટે કલેક્ટર કચેરી સંકુલમાં ફરજ બજાવતાં તમામ કર્મચારીઓ અને અધિકારીઓને તેની તાલીમ આપવામાં આવી રહી છે. સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી ૧૦૮ને ત્વરીત બોલાવતા ૦૫ થી ૧૦ મીનીટનો સમય જતો હોય છે. તે ૦૫ થી ૧૦ મીનીટ દરમિયાન મગજ સુધી લોહી ના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતુ હોય છે આવુ ન થવા દેવા માટે આ CPR ટ્રેનીંગ અત્યંત મહત્વની છે.
ડૉ. દીપ નાયક દ્નારા કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવી હતી. તાલીમ અને મેડીકલ કેમ્પમાં દિવસ દરમિયાન ૧૧૫ જેટલા કર્મયોગીઓને ભાગ લીધો હતો.
આ ટ્રેનિંગ દરમ્યાન જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા, અધિક નિવાસી કલેક્ટર શ્રી એન.આર.ધાધલ, ભરૂચ પ્રાંત, તેમજ સિનિયર કાર્ડીયોલોજિસ્ટ ડો. શેષરાવ પવાર, સી.પી.આર.ના ટ્રેનર આ. કાર્ડીયોલોજિસ્ટ ડૉ.દીપ નાયક, કાર્ડીયોલોજિસ્ટ ડૉ. અનુજ પટેલ, યુનિટ હેડ લતા લકુમ, તેમની મેડીકલ ટીમ અને કલેક્ટર કચેરી સંકુલના સ્ટાફ હાજર રહ્યા હતા.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.