TANKARA :ટંકારા આંબેડકર ભવને બિરસા મુંડાના જન્મદિવસનો કાર્યક્રમ યોજાયો

TANKARA :ટંકારા આંબેડકર ભવને બિરસા મુંડાના જન્મદિવસનો કાર્યક્રમ યોજાયો
ટંકારા આંબેડકર ભવને બિરસા મુંડાના જન્મદિવસનો કાર્યક્રમ ઉજવાય ગયો, જેમાં સૌ પ્રથમ મામલતદાર સાહેબ મારફતે કલેક્ટર સાહેબને એક આવેદન આપીને શરૂઆત કરવામાં આવી આવેદનમાં સરકાર શ્રી પાસે વિવિધ રજૂઆતો અને માંગો હતી, જેમાં મુખ્ય માંગ બિરસા મુંડાનું સ્ટેચ્યુ ટંકારામાં મુકવાની અને લઘુતમ વેતન મેળવવાની વાત રાખેલ હતી, ત્યારબાદ કાર્યક્રમની શરુઆત બિરસા મુંડાના ફોટાને જ્યોત જલાવીને અને પુષ્પ અર્પણ કરીને કરવામાં આવી આ પ્રસંગમા ટંકારાના સામાજિક કાર્યકર નાગજીભાઈ ચૌહાણ, રાજકોટથી ડી.ડી. સોલંકી સાહેબ, રાજકોટથી અર્જુનભાઈ ચૌહાણ સાહેબ, નિવૃત્ત પોલીસ કર્મચારી સી. કે. રાઠોડ સાહેબ, નિવૃત્ત પોલીસ કર્મચારી મગન ગેડીયા સાહેબ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ અને તેમની ટીમ જેમાં કાનજીભાઈ ગોહેલ, નરસિંહભાઈ સંગોળ, ઈશ્વરભાઈ ડામોર, પરવતભાઈ સંગોળ, વિક્રમભાઈ વસુનીયા, કમલેશભાઈ સંગોળ, દિનેશભાઈ મોહનીયા, ભૈરૂલાલ ગરવાલ, ગીનુભાઈ મેહડા, દિનેશભાઈ ભૂરિયા, સુરેશભાઈ સંગોળ વગેરેએ જહેમત ઉઠાવી હતી, કાર્યક્રમના અંતે મૈત્રી ભોજન રાખવામાં આવ્યું હતું









