TANKARA ટંકારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે પ્રા આ કેન્દ્ર સાવડી માં મેલેરિયા દિવસ ની ઉજવણી કરવામાં આવી
TANKARA ટંકારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે પ્રા આ કેન્દ્ર સાવડી માં મેલેરિયા દિવસ ની ઉજવણી કરવામાં આવી
ગપ્પી અને ગંબૂસિયા પ્રકારની માછલીઓ દ્વારા રોગચાળા અટકાયત અને નિયંત્રણ
દર વર્ષે 25 એપ્રિલ એ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડી પવનકુમાર શ્રીવાસ્તવ સાહેબ તથા જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી ડી.વી. કે કારોલિયા સાહેબ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા માં વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ विश्व मेलेरिया हिवस अंतर्गत यालु वर्धनी थीम “Malaria Ends With Us: Reinvest, Reimagine, Reignite,”
જે મુજબ ટંકારા તાલુકા ના પ્રા આ કેન્દ્ર સાવડી હેઠળ આવતા ગામમો માં પણ વિવિધ પ્રવુતીઓ દ્વારા આ ઉજવણી કરવામાં આવેલ
દ્વારા લોકો માં મેલેરિયા બાબતે જન જાગૃતિ લાવવા પ્રયનતો કરવામાં આવેલ એમાં પ્રચાર પ્રસાર ના વિવિધ માધ્યમો જેવા કે શાળાઓમાં વિડીયો બતાવી મેલેરિયા બાબતે જાણકારી આપવામાં આવેલ આરોગ્ય સંસ્થાઓમાં રંગોળી બનાવીને રેલીના માધ્યમ દ્વારા, તેમજ જુથચર્ચા, પત્રિકા વિતરણ વગેરે પ્રચાર પ્રસાર ના માધ્યમો દ્વારા લોકોને મેલેરિયા સામે રક્ષણ મેળવવા શું તકેદારી રાખવી તે બાબતે જનજાગૃતિ લાવવા પ્રચાર પ્રસાર કરવામાં આવેલ
ઉપરાંત ઉજવણી દરમિયાન મેલેરિયા રોગચાળા અટકાયત અને નિયંત્રણ પ્રવૃતીના ભાગરૂપે પ્રા આ કેન્દ્ર સાવડી વિસ્તારના વિવિધ ગામોમાં ગામની આજુબાજુ ના કાયમી પાણી ભરાય રહેતા જળાસયો માં ગપ્પી અને ગંબુસિયા પ્રકારની માછલીયો મૂકવામાં આવેલ
આ કામગીરી માં તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ.ડી.જી બાવરવા તેમજ મેડિકલ ઓફિસર ડો,શ્રુષ્ટિ ભૌરણીયા તેમજ સુપરવાઇઝર પટેલ હિતેશ કે તથા પ્રા આ કેન્દ્ર સ્ટાફ દ્વારા આ કામગીરી માટેનું આયોજન અને વ્યવસ્થા કરીને કામગીરી કરવામાં આવી