TANKARA:ટંકારા લતીપર રોડ ઉપર આજી નદીના બ્રીજ પાસેના ગેંટ્રી ગર્ડરને નુકસાન કરનાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ
TANKARA:ટંકારા લતીપર રોડ ઉપર આજી નદીના બ્રીજ પાસેના ગેંટ્રી ગર્ડરને નુકસાન કરનાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ
ટંકારા લતીપર હાઈવે રોડ ઉપર આવેલ આજી નદીના બ્રીજ પાસે ઉભા કરેલ સરકારી ગેંટ્રી ગર્ડર તોડી કિં રૂ. ૧૫,૦૦૦ નું નુકસાન કરી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી માર્ગ અને મકાન વિભાગના ઇજનેર રાહુલભાઈ રાજેશભાઈ લખતરીયા (ઉ.વ.૩૮) એ આરોપી સમીમ મુસ્તાકભાઈ ખાન (ઉ.વ.૨૩) રહે. રાજસ્થાનવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ તેના હવાલાવાળો ટાટ કંપનીનો ટ્રક રજીસ્ટર નંબર- HR-46-F-3178 વાળો પુરઝડપે અને બેફીકરાથી ચલાવી કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ કચેરી મોરબીના જાહેરનામાનો ભંગ કરી આજી નદી પર આવેલ પુલની બંને સાઈડમાં ઉભા કરેલ સરકારી ગેંટ્રી ગર્ડરને તોડી કિં રૂ. ૧૫૦૦૦ નું નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.