GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ટીબીના ૪૦ દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

 

TANKARA:ટંકારા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ટીબીના ૪૦ દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

 

 

મોરબી જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.અજાણાના માર્ગદર્શન અનુસાર અને ટંકારા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.બાવરવાના સક્રિય પ્રયત્નો થકી ટંકારા તાલુકામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને બાલાજી પોલિપેક લધીરગઢના સહયોગ થકી ૪૦ જેટલા ટીબીના દર્દીઓને એક વર્ષ સુધી દતક લેવામાં આવ્યા છે. તેમજ તેઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓની ભાગીદારીથી કેન્દ્ર સરકારના ‘’ટીબી મુક્ત ભારત અભિયાન” માં સક્રિય સહકાર મળી રહ્યો છે. આ પોષણ કીટ થકી ટીબીના દર્દીઓના પોષણમાં સુધારો થાય છે, બીમારીમાં ક્વીક રિકવરી મળે છે તેમજ રોગનો ફેલાવો અટકાવવામાં મદદ મળી રહે છે.

સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલન બદલ તાલુકા હેલ્થ સુપરવાઈઝરશ્રી હિતેષભાઈ પટેલ, તાલુકા ટીબી સુપરવાઈઝરશ્રી પ્રતિકભાઈ દેવમુરારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝરશ્રી એમ.એસ.મોસત અને બાલાજી પોલિપેકમાંથી શ્રી જગદીશભાઈ પાનારાએ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!