GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:રીક્ષામાંથી કુદકો મારતા મૃત્યુ પામેલા મૃતકની ઓળખ મેળવવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ હાથ ધરાઈ

 

MORBI:રીક્ષામાંથી કુદકો મારતા મૃત્યુ પામેલા મૃતકની ઓળખ મેળવવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ હાથ ધરાઈ

 

મૃતક વ્યક્તિ વિશે કોઈ પાસે જાણકારી હોય તો પોલીસ સ્ટેશનના ૦૨૮૨૨-૨૪૨૫૯૨ અથવા તપાસ કરનાર એ.એસ.આઈ.ના ૯૯૭૯૦૧૯૯૪૪ ઉપર સંપર્ક કરવો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં રીક્ષામાંથી કુદકો મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા વ્યક્તિનું મોત નિપજતા તે અજાણી લાશની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર તા.૦૬/૦૮/૨૦૨૫ ના ૧૪:૫૦ વાગ્યા પહેલા કોઇ અજાણી વ્યક્તિએ રીક્ષામાંથી કુદકો મારતા તે વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જેના મૃત્યુ અંગે ઈન્કવેસ્ટ કાગળો કરી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું છે. આ મૃતકના વાલી-વારસ ન મળ્યા હોવાથી બિનવારશી લાશની ઓળખ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મૃતક પુરૂષ ઉમર વર્ષ આશરે ૨૫ થી ૩૦ વર્ષ, શરીરે લાલ કલરનો ટી-શર્ટ પહેરેલ છે તથા બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે તથા જમણા હાથમાં અંગ્રેજીમાં A.P ત્રોફાવેલ છે. મૃતકના વાલીવારસ મળે કે તેમના અંગે કોઈ જાણકારી હોય તો તપાસ કરનાર અધિકારી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ.ના મોબઈલ નંબર ૯૯૭૯૦૧૯૯૪૪ અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ટેલીફોન નંબર ૦૨૮૨૨-૨૪૨૫૯૨ ઉપર સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!