GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: સ્વચ્છ, હરિયાળું અને પ્લાસ્ટિકમુક્ત ગામડું મારું ગામડાઓને પ્લાસ્ટિકમુક્ત બનાવવા ગ્રામસભાનું આયોજન કરાયું

તા.૨૮/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સ્વચ્છ, હરિયાળો અને પ્લાસ્ટિકમુક્ત રાજકોટ જીલ્લો બનાવવા જન પ્રતિસાદ સાંપડે, તે માટે ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામસભાનું આયોજન થઈ રહ્યું છે.
જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદના સંકલનમાં ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામસભા યોજવામાં આવી રહી છે.
દરેક ગામ પ્લાસ્ટિકમુક્ત બને તે માટે અભિયાનરૂપે તંત્ર અને ગ્રામજનો સાથે મળીને પોતાના ગામને પ્લાસ્ટિકમુક્ત અને સ્વચ્છ બનાવે તે માટે યોજાયેલ ગ્રામસભામાં સૌ નાગરિકો કટિબદ્ધ થયા હતા.
સ્વચ્છતાથી દરેક ગામની શોભા વધે તેમજ સ્વચ્છતાથી ગંદકી અને બીમારી દૂર રહે છે ત્યારે દરેક ગામ પ્લાસ્ટિકમુક્ત બને તે માટે તંત્ર અને સ્થાનિક ગ્રામજનો સાથે મળીને પોતાના ગામને સ્વચ્છ બનાવે તે માટે ગ્રામસભાઓ યોજાઇ રહી છે.





