GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના હડમતીયા રોડ ઉપર જુગાર રમતાં ત્રણ ઈસમો ઝડપાયા
TANKARA:ટંકારાના હડમતીયા રોડ ઉપર જુગાર રમતાં ત્રણ ઈસમો ઝડપાયા
ટંકારાના જુના હડમતીયા રોડ પર દેવીપૂજકવાસના ઢોળા પાછળ બાવળની કાંટમા ખુલ્લામાં જુગાર રમતા ત્રણ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારાના જુના હડમતીયા રોડ પર દેવીપૂજક વાસના ઢોળા પાછળ બાવળની કાંટમા ખુલ્લામાં જુગાર રમતા ત્રણ ઈસમો પ્રવીણભાઇ ઉર્ફે કન્યો વેલજીભાઇ વાઘેલા (ઉ.વ. ૩૧), અજયભાઇ વીરજીભાઇ વાઘેલા (ઉ.વ.-૨૪), રાકેશભાઇ ભાણજીભાઇ વાઘેલા (ઉ.વ.-૨૧) રહે. ટંકારાના જુના હડમતીયા રોડ, દેવીપુજકવાસ તા.ટંકારાવાળાને રોકડ રકમ રૂ. ૪૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.