MORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારા નજીક જબલપુરમાં ૧૦૮ માં જ શ્રમિક સગર્ભાની સફળ ડિલિવરી કરાઇ, જોડિયા બાળકોનો જન્મ થયો

TANKARA:ટંકારા નજીક જબલપુરમાં ૧૦૮ માં જ શ્રમિક સગર્ભાની સફળ ડિલિવરી કરાઇ, જોડિયા બાળકોનો જન્મ થયો

 

 

ટંકારા તાલુકાના જબલપુર પાટિયા પાસે શ્રમિક સગર્ભાની ૧૦૮ માં સફળ ડિલિવરી કરાવવામાં આવી છે. આ સગર્ભાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. હાલમાં ત્રણેય સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા નજીક જબલપુર પાટિયા પાસે બાલાજી સેરેન કંપનીમાં કામ કરતા એક શ્રમિક મહિલા કે જેઓ ૧૧ દિવસ પહેલા જ અત્રે રહેવા આવ્યા હતા. તેણી સગર્ભા હોય અને તેઓને અતિશય દુ:ખાવો ઉપડતા ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. જેથી ઈ.એમ.ટી. શ્રી ફેબિયાબેન કુરેશી અને પાયલોટશ્રી કલ્પેશભાઈ તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે સમયનો અભાવ હોય આ સગર્ભા માતાની ડિલિવરી ૧૦૮ માં જ કરાવવી પડી હતી. આ સગર્ભા માતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. હાલમાં ત્રણેયની તબિયત સારી હોવાનું જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!