સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા બે વર્ષથી સાયકલોનું વિતરણ ન થતાં ખુલ્લામાં ધુળ ખાઇ રહી છે.
જીલ્લામાં 1300 સાયકલો સડી રહી છે બીજી તરફ અભ્યાસ માટે જતી વિદ્યાર્થીની ઓને રીક્ષા ભાડુ ખર્ચીને શાળાએ જવું પડે છે
તા.27/07/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જીલ્લામાં 1300 સાયકલો સડી રહી છે બીજી તરફ અભ્યાસ માટે જતી વિદ્યાર્થીની ઓને રીક્ષા ભાડુ ખર્ચીને શાળાએ જવું પડે છે
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી તંત્ર એટલું બધું આળસુ અને નિર્ભર તંત્ર સાબિત થયું છે કે સરકારની અપાતી ગ્રાન્ટ વાપરવામાં કે અપાતી વસ્તુઓ વિતરણ કરવામાં પણ આળસ દાખવતા હોવાનું સામે આવ્યું છે અને સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ અનેક પ્રકારની કામગીરી સામે અનેક પ્રકારના સવાલો હાલમાં ઉત્પન્ન થઈ રહ્યા છે ત્યારે સરસ્વતી સાધના યોજના અંતર્ગત આપવામાં આવતી સાયકલો વરસાદમાં પડી અને ભંગાર થઈ રહી છે છતાં વિદ્યાર્થીઓને આ સાયકલોનું વિતરણ કરવામાં આવતું નથી એના પાછળનું કારણ શું તે વિદ્યાર્થીઓને સમજાતું નથી અને અનેક વિદ્યાર્થીઓનીઓ આજે છેવાડાના વિસ્તારમાંથી ચાલી અને શાળાએ આવે છે ત્યારે સરકારી સહાય માટે ફાળવેલી સાયકલો હાલમાં સળી અને ચોથ વળી રહી છે અને વરસાદમાં સડી રહી હોવાનું સામે આવ્યું છે ત્યારે વિદ્યાર્થીનીઓ જણાવે છે કે અમારે જ્યારે શાળાનો સમય હોય છે ત્યારે અમારે ફરજિયાત પણે શાળામાં આવવા માટે રીક્ષાનો સારો લેવો પડે છે અને રીક્ષાનું ભાડું ખર્ચી અને શાળાએ આવવું પડે છે જ્યારે અમે શાળા અમારી છૂટે છે ત્યારે અમે એક સમય ચાલીને જઈએ છીએ અને એક સમયે રિક્ષામાં ભાડું ખર્ચીને આવીએ છીએ તેવો ઘાટ હાલમાં સરકાર શ્રી દ્વારા સાયકલો ફાળવવા છતાં અમારે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે સરકાર વિદ્યાર્થીની ઓને સહાય આપે છે પરંતુ સહાય વિતરણ કરવાનો પણ સરકારી તંત્ર પાસે સમય ન હોવાનું પણ આક્ષેપ સાથે જણાવવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ખાતે લીમડી તાલુકા પંચાયતમાં આવી સાયકોલો મોટી માત્રામાં ગ્રાઉન્ડમાં મૂકવામાં આવી છે અને જે બિન વારસી તરીકે હોય તેવો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે અને આ સાયકલો ચોમાસાના કારણે વરસાદમાં પહોળી રહી હોવા છતાં પણ તેનું વિતરણ કે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા હોવાના અને આક્ષેપો સાથે તેમની કામગીરી સામે આવી છે સુરેન્દ્રનગર શહેરના બી ડિવિઝન પાસેના વિસ્તારમાં જીઆઇડીસી માં 1300 જેટલી આવી સાયકલો ખુલ્લા ગ્રાઉન્ડમાં રાખવામાં આવી છે અને જે વરસાદમાં હાલમાં પલળી રહી હોવાનું સામે આવ્યું છે વિદ્યાર્થીનીઓ વધુમાં જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી આનો શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છીએ અને અમારી સાયકલો પણ સરકાર દ્વારા ફાળવી દેવામાં આવી છે આમ છતાં પણ તેનું વિતરણ કરવામાં આવતું નથી અને છેલ્લા બે વર્ષથી કોઈપણ પ્રકારની અમોને સાયકલ મળી નથી સાયકલ હતો સરકારમાંથી ફાળવી દેવામાં આવી છે પરંતુ સરકારમાંથી અમુક અધિકારીઓ કે જે તે સ્થળે મોકલવાની કામગીરી કરવાની હોય છે તેઓએ કામગીરી હાથ ધરતા નથી જેના કારણે છેલ્લા બે વર્ષથી સાયકલો વિદ્યાર્થીનીઓને ન મળી હોવાનો પણ આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં 1300 અને તેના કરતાં પણ વધુ સાયકલો લીમડી તાલુકા પંચાયતમાં પડી હોવાનું હાલમાં જાણવા મળે છે ત્યારે તાત્કાલિક અસર એ વિદ્યાર્થીનીઓને આ સાયકલો વિતરણ કરે એવી વિદ્યાર્થીનીઓમાંથી માંગણી ઉઠવા પામી છે.