MORBI:મોરબી નજીક કારખાનામાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ફરાર થયેલ આરોપી ઝડપાયો
MORBI:મોરબી નજીક કારખાનામાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ફરાર થયેલ આરોપી ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ મથકમાં સગીરા સાથે દુષ્કર્મ અને ધમકી આપ્યાની પોકસો કલમો હેઠળ ગુનો નોંધાયો હતો જે ગુનાની તપાસ ચલાવતા પોલીસે આરોપીને દબોચી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મધ્યપ્રદેશ રાજયના ભોપાલ જિલ્લામાં પોકસો એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો જેને આધારે મોરબી તાલુકા પોલીસ દ્વારા તા 01-08-2024 થી તા. 31-08-2024 દરમિયાન મોરબીના સિરામિક જોનમાં આવેલ એક ફેક્ટરીમાં લેબર ક્વાર્ટરમાં ફરિયાદીની સગીર વયની દીકરી સાથે અજાણ્યા ઇસમે બળજબરીપૂર્વક બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ફરિયાદ નોંધી મોરબી તાલુકા પોલીસે તપાસ ચલાવી હતી અને આરોપી મહારાષ્ટ્ર રાજ્યના કોહલાપુરથી મળી આવ્યો હતો જેને દબોચી લઈને આરોપીની ઓળખ પરેડ કરાવતા ભોગ બનનાર સગીરા ઓળખી બતાવ્યો હતો જેથી આરોપી નીરજસિંહ બલવાનસિંહ ગોંડ રહે મધ્યપ્રદેશ વાળાને જડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે