MORBI:મોરબી શહેરમાં અવાર નવાર મારામારીના ગુન્હામાં પકડાયેલ આરોપીને પાસા તળે જેલ હવાલે
MORBI:મોરબી શહેરમાં અવાર નવાર મારામારીના ગુન્હામાં પકડાયેલ આરોપીને પાસા તળે જેલ હવાલે
મોરબી શહેરી વિસ્તારમાં અનેકો વાર મારામારીના ગુનામાં પકડાયેલ આરોપીની પાસા દરખાસ્ત મંજુર થતા સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા આરોપીની પાસા તળે અટકાયત કરી સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી શહેરમાં અવાર નવાર મારામારીના ગુન્હાઓ આચરતા અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ કે.બી ઝવેરી તરફ મોકલતા તેઓ દ્વારા અવાર નવાર મારામારીના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ જયેશભાઇ તુલશીભાઇ કાસુન્દ્રા ઉવ.૩૯ રહે.મોરબી રવાપર બોનીપાર્ક શ્રીનાજી પેલેસ ફલેટનં.૫૦૧ મુળરહે.ઘુનડા તા.ટંકારાવાળાના પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરતા તુરંત સીટી એ ડિવિઝન પોલીસ ટીમે ઉપરોક્ત આરોપીને ડિટેઇન કરી મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ ખાતે મોકલવામા આવેલ છે.