GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી માં ચાર દિવસથી વરસાદ નું આગમન! આજે બપોરના સમયે તો મેઘરાજા દે ધનાધન! અનેક સ્થળોએ પાણી ભરાયા!

MORBI:મોરબી માં ચાર દિવસથી વરસાદ નું આગમન! આજે બપોરના સમયે તો મેઘરાજા દે ધનાધન! અનેક સ્થળોએ પાણી ભરાયા!

 

 


ખેડૂતો નાં વાવેતર નિષ્ફળ જાય તેવી આશંકા વર્તાઈ!

(શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્યમ્ સમાચાર મોરબી)
મોરબીમાં છેલ્લા ૪ દિવસથી સતત વરસતા મેઘરાજાએ અને આજે પાંચમા દિવસે પણ ધોધમાર વરસાદ તુટી પડયો છે. હજુ પણ મોરબીમાં વરસાદી માહોલ નુ વાતાવરણ છે.
મોરબીમાં સાતમા નોરતેથી શરૂ થયેલ વરસાદી વાતાવરણ હજુ પણ અવિરત છે. દશેરાના દિવસે ફરી મેઘરાજાનું આગમન થયું છે. તેમા બપોરે તો ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો એ વાવેલાં પાક માં મોટું નુક્સાન થાય તેવી આશંકા વર્તાઈ રહી છે.

Back to top button
error: Content is protected !!