
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
પોલીસ અસલામત…!!! ભિલોડામાં ટ્રાફિક પોલીસ પર બાઈક પર સવાર અસામાજીક ઈસમોએ હુમલો કર્યો, વેપારીઓ સહિત ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો

અરવલ્લી જીલ્લાના હાર્દસમા ભિલોડા તાલુકા મથકમાં કાર્યરત ભિલોડામાં મઉં ચાર રસ્તા પાસે મીની પોલીસ ચોકી સામે પોલીસ ફરજ દરમિયાન ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ પ્રેમજીભાઈ પટેલ ને જાહેર ધોળા દિવસે અસામાજીક તત્વો એ સમી સાંજે લાકડી વડે હુમલો કર્યો, ધટના સ્થળે લોકોના ટોંળા એકત્રિત થઈ ગયા, સમાચાર વાયુવેગે પ્રસર્યા, વેપારીઓ સહિત ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.આઈ, એચ.ડી.શેલાર એ જણાવ્યું કે, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ તેઓની પોતાની કાયદેસરની સરકારી ફરજ ઉપર હતા.
(૧) મયુર અમરતભાઈ કલાસવા, રહેવાસી. ચુનાખાણ, તા. ભિલોડા તેની સાથે ત્રણ અસામાજીક ઈસમો હતા. બજાજ પલ્સર – 220 હાઈ-સ્પીડ બાઈક નંબર. G.J. 01. NJ. 2147 ઉપર સવાર હતા.કાયદેસર સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરી, બિભત્સ અપશબ્દો બોલ્યા, લાકડી વડે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો.ગડદાપાટુનો ઢોર માર મારી, તેઓના શરીર પર ઈજાઓ પહોંચાડી, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ને જાનથી મારી નાંખવાની ધમકી આપી બાઈક પર સવાર અસામાજીક ઈસમો પલભરમાં પલાયન થઈ ગયા હતા.ભિલોડા પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ પટેલ એ પોલીસ સ્ટેશનમાં મયુર અમરતભાઈ કલાસવા સહિત અજાણ્યા ત્રણ ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ભિલોડા ગ્રામ પંચાયત મત વિસ્તારમાં સી.સી.ટી.વી કેમેરા કુલ. ૨૭ છે પરંતુ હાલ ૧૩ કેમેરા શરૂ છે.સી.સી.ટી.વી કેમેરા ૧૪ બંધ છે.





