MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા : રખડતા પશુઓને મુક્ત કરાવવા ઝુંબેશ, અત્યાર સુધીમાં 3,735 પશુઓ પકડાયા




MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા : રખડતા પશુઓને મુક્ત કરાવવા ઝુંબેશ, અત્યાર સુધીમાં 3,735 પશુઓ પકડાયા

મોરબી મહાનગરપાલિકાની ANCD (એન્ટિ ન્યુસન્સ કેટલ ડિટેન્શન) શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પર અડચણરૂપ બનતા રખડતાં પશુઓને પકડવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની સ્થાપના બાદથી લઈને આજદિન સુધીમાં ANCD શાખા દ્વારા કુલ 3,735 રખડતા પશુઓને જાહેર માર્ગો પરથી પકડી લેવામાં આવ્યા છે.
છેલ્લા અઠવાડિયાની કામગીરી અને સ્થળાંતર ચાલુ અઠવાડિયા દરમિયાન જ ટીમ દ્વારા 29 પશુઓને રોડ પરથી પકડવામાં આવ્યા હતા. પકડવામાં આવેલા આ તમામ પશુઓને મોરબી જિલ્લાની આસપાસ આવેલી ગૌશાળાઓ, નંદીઘર અને પાંજરાપોળ ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત, મહાનગરપાલિકા હસ્તકના નંદીઘરમાંથી પણ 600થી વધુ પશુઓને વિવિધ ગૌશાળા અને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે.

રજિસ્ટ્રેશન અને લાયસન્સ પ્રક્રિયા શહેરમાં પશુ નિયંત્રણ અને સુવ્યવસ્થા જાળવવા માટે ANCD શાખા દ્વારા ખાસ લાઇસન્સિંગ અને રજિસ્ટ્રેશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે:306 પશુ માલિકોને સત્તાવાર લાયસન્સ આપવામાં આવ્યા છે.33 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ ઈશ્યુ કરવામાં આવી છે.49 નાગરિકોના પેટ-ડોગ (પાળતુ કૂતરા)નું રજિસ્ટ્રેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.RFID ટૅગિંગ કામગીરી યથાવત રહેશે પશુઓની ઓળખ અને ટ્રેકિંગ માટે અત્યાર સુધીમાં કુલ 2,920 પશુઓનું RFID અને Tagging કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ પશુપાલકોને પોતાના પશુઓનું તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવવા તેમજ પાળતુ કૂતરા (પેટ-ડોગ) ધરાવતા નાગરિકોને પણ પોતાના પેટ-ડોગનું નોંધણી કરાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. ANCD શાખા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પણ પશુઓ પકડવાની તેમજ RFID ટૅગિંગની કામગીરી સતત અને કડક રીતે યથાવત રાખવામાં આવશે.


