MORBI:મોરબી જંત્રીના ભાવ વધારા મુદ્દે ગ્રાહક સુરક્ષા મંડળે સીએમને રજૂઆત
MORBI:મોરબી જંત્રીના ભાવ વધારા મુદ્દે ગ્રાહક સુરક્ષા મંડળે સીએમને રજૂઆત
મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગરીબ અને મધ્યમવર્ગને ધ્યાનમાં રાખી જંત્રીના ભાવ હાલ બંધ રાખવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજના શરૂ ક૨વામાં આવી છે. મધ્યમ અને ગરીબ માણસની આવક માસિક રૂપિયા 30 હજાર હોય છે. તેમ છતાં લોન લઈ પાંચથી પચ્ચીસ લાખનું મકાન સરળ બેંકના હપ્તાથી ખરીદી ઘરનો આશરો થાય તેમ માની આનંદથી જીવે છે. પરંતુ આપ તરફથી જંત્રીના ભાવ વધારતા ગરીબ અને મધ્યમવર્ગના માણસોના ઘરનું ઘર લેવાના સ્વપ્ન હતા તે પૂરા થઈ ગયા છે. પાંચ દસ લાખમાં આવતું મકાન જંત્રી ભાવે પચ્ચીસ લાખ લગભગ થશે અને પચ્ચીસ લાખનું મકાન 75 લાખનું થાય તેવી શક્યતા છે.સરકારમાં જંત્રીના ભાવ હાલ જે નિર્ણય લીધો છે. તે યોગ્ય નથી તેવી સરકારને વિનંતી પત્ર લખે. ખરેખર જમીની સ્થિતિની સરકારે સર્વે કરવું જોઈએ આવા તોતિંગ ભાવ ગરીબ અને મધ્યમને નુકશાનકારક છે. તો સર્વે કરી આની તપાસ કરો. જો આવાને આવા જંત્રી ભાવ રહેશે તો આમ જનતાને નુકશાન થશે. માટે જંત્રી ભાવ સ્થગિત ક૨ી જમીની તપાસ કરવા માગ ક૨વામાં આવી છે.