MORBI:મોરબી જીલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ જવાનોને કોપ ઓફ ધ મંથ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા
MORBI:મોરબી જીલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ જવાનોને કોપ ઓફ ધ મંથ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા
મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા જીલ્લામાં જાન્યુઆરી ૨૦૨૫ માં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પાંચ પોલીસ જવાનોને કોપ ઓફ ધ મંથ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જીલ્લાના કર્મચારીઓ અને અધિકારીઓને કામ કરવાની પરસ્પર સ્વસ્થ પ્રતિસ્પર્ધાનો ભાવ ઉત્પન્ન થાય અને પોલીસ વિભાગને લગતી તથા અન્ય સામાજિક પ્રવૃતિઓની કામગીરી કરવામાં ઉત્સાહ જળવાય તેવા હેતુથી મોરબી જીલ્લામાં કોપ ઓફ ધ મંથ એવોર્ડ આપવામાં આવે છે
જે અંતર્ગત વાંકાનેર તાલુકા સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન નોટ રીડીંગના દરમિયાન મોરબી જીલ્લાના અધિકારી અને કર્મચારીઓઓને કોપ ઓફ ધ મંથ એવોર્ડ આપવામા આવ્યા હતા જેમાં ટંકારા પીઆઈ કે એમ છાસીયા, સીટી એ ડીવીઝન asi રાજદીપસિંહ રાણા, સીટી બી ડીવીઝન પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ડાંગર, હળવદ પોલીસ કોન્સ્ટેબલ હરવિજયસિંહ ઝાલા અને હળવદ પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ જાડેજાને જાન્યુઆરી ૨૦૨૫ માં કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ કોપ ઓફ ધ મંથ એવોર્ડ એનાયત કરાયો હતો