દીવ્યાંગ મતદારો , કોવિડ-૧૯ સંક્રમણથી પ્રભાવિત અથવા કોવિડ-૧૯ સંક્રમણના શંકાસ્પદ મતદારો પણ ૧૨-ડી ફોર્મ રજૂ કરી પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે ચૂંટણી પંચ દ્વારા ગેરહાજર મતદારો જેવા કે વયસ્ક, અશક્ત, દીવ્યાંગ મતદારો , કોવિડ-૧૯ સંક્રમણથી પ્રભાવિત અથવા કોવિડ-૧૯ સંક્રમણના શંકાસ્પદ મતદારો તથા આવશ્યક સેવા જેમકે વીજળી વિભાગ, બી.એસ.એન.એલ., રેલવે, દૂરદર્શન, ઑલ ઈન્ડિયા રેડિયો, ગુજરાતના આરોગ્ય વિભાગ, ગુજરાત રાજ્ય પરિવહન નિગમની લાંબા અંતરની બસ સેવાઓ, અગ્નિશમન સેવાઓ, ચૂંટણીના દિવસે કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલા મીડિયાકર્મીઓ, ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ સેવાઓને આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ મતદારો ફોર્મ 12-D ચુંટણી અધિકારી સમક્ષ રજુ કરી ટપાલ મતપત્ર દ્વારા મતદાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચુંટણી – ૨૦૨૫ દરમ્યાન સેવા મતદારો,ચુંટણી ફરજ પરના મતદારો અને ગેરહાજર મતદારો ટપાલ મતપત્રથી મતદાન કરી શકે તે માટે ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયા ના માર્ગદર્શન હેઠળ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. સેવા મતદારો (Service voter) તેની ફરજ પરના સ્થળથી મતદાન કરી શકે તે માટે ચુંટણી અધિકારી Electronically Transmitted Postal Ballot Management system (ETPBMS) પધ્ધતીના ઉપયોગ થી મતદારને નિયત નમુનામાં ટપાલ મતપત્ર મોકલી આપશે. સેવા મતદાર ડિક્લેરેશન ફોર્મ ભરી પોતાનો મત ટપાલ મારફતે ચૂંટણી અધિકારીને મોકલી શકશે.આવશ્યક સેવા શ્રેણીમાં સમાવિષ્ટ આ મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા માટે પાત્ર બનશે. પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા ઈચ્છતા ગેરહાજર મતદારે તમામ જરૂરી વિગતો આપીને ફોર્મ-૧૨ ડીમાં ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ