GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વરીયા પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ અને પ્રતિભાઓનું ભવ્ય સન્માન

MORBI:મોરબીમાં વરીયા પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ અને પ્રતિભાઓનું ભવ્ય સન્માન

 

 

શ્રી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ આયોજીત વિદ્યારત્ન અભિવાદન સમારોહ સંપન્ન : બોર્ડમાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓનું શાહી સન્માન, રમતવીરોને પણ બિરદાવાયા

મોરબી : મોરબીમાં શ્રી વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા સામાકાંઠે આવેલ રેમન્ડ પાર્ટી પ્લોટ ખાતે ગત રવિવારે વિદ્યારત્ન અભિવાદન સમારોહ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરિયા પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ, પ્રતિભાઓ અને રમતવીરોને બિરદાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મોરબી, થાન, રાજકોટ, વાંકાનેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વરિયા પ્રજાપતિ સમાજના લોકોની ઉપસ્થિતિ રહી હતી. આ વેળાએ વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની યંગ ટિમ કે જેને શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવ્યું છે સાથે મહિલ વિંગ કે જેને વિવિધ પ્રવૃતિ સાથે મહિલા ઉત્થાનનું કામ કર્યું છે. બન્ને સંગઠનના સભ્યોની વિશેષ હાજરી રહી હતી. તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

ધો.1થી કોલેજ સુધી સારા માર્ક સાથે ઉત્તીર્ણ થનાર 54 વિદ્યાર્થીઓ તેમજ સીએ, નોટરી, ડોકટર થયેલા 5 લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્ય અને જિલ્લા કક્ષાએ રમતગમત ક્ષેત્રે નંબર પ્રાપ્ત કરેલ 19 રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં બાળકોએ રાસ – ગરબા સહિતની કૃતિઓ રજૂ કરી હતી. ઉપરાંત 70થી વધુ બાળકોએ ઓપરેશન સિંદૂર ઉપર કૃતિ રજૂ કરી હતી. જેમાં પહેલગામ એટેક અને સેનાએ લીધેલા બદલાની ગાથા નાટક રૂપે વર્ણવી હતી.

આ કાર્યક્રમમાં ધો.10 અને 12માં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ ઉપર પુષ્પવર્ષા કરી શંખનાદ અને ઢોલ સાથે શાહી સન્માન કરવાના આવ્યું હતું. સમાજની પ્રથમ મહિલા સીએ હેતલ સાણજાનું પણ શાહી બહુમાન કરવામાં આવ્યું હતું. વધુમાં શિક્ષણ સમિતિ દ્વારા સુદામા સન્માન યોજના કાર્યરત છે. વર્ષ 2024માં જે વિદ્યાર્થી ફી ન ભરી શકે તેવા 5 વિદ્યાર્થીની રૂ.87 હજાર જેટલી ફી આ યોજના થકી ભરવામાં આવી હતી. વર્ષ 2025 માટે આ યોજનામાં દાતાઓએ ઉદારહાથે ફાળો આપ્યો હતો. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!