MORBI:મોરબી રહેણાંક પાસેથી વેરા વસુલાત માટે મહાપાલિકાએ એક મકાન સિલ કર્યું! એક મકાનનું નળ જોડાણ પણ કાપી નખાયું!
MORBI:મોરબી રહેણાંક પાસેથી વેરા વસુલાત માટે મહાપાલિકાએ એક મકાન સિલ કર્યું! એક મકાનનું નળ જોડાણ પણ કાપી નખાયું!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી મહાનગરપાલિકા દ્વારા બાકી મિલ્કત વેરો વસૂલવા કડક કાર્યવાહી શરૂ આવી છે. એક લાખથી વધુ વેરો બાકી હોય તેવી કોમર્શિયલ મિલ્કતો સામે કાર્યવાહી બાદ હવે રહેણાંક મિલ્કતોને પણ સીલ કરવાનું શરૂ કર્યું છે જે અન્વયે મહાપાલિકાએ એક લાખ આંઠ હજાર ની બાકી રકમ વસૂલવા શનાળા બાય પાસ ઉપર ગોકુલનગરમાં મિલ્કત સીલ કરી દેવાની સાથે સાથે રામેશ્વર સોસાયટીમાં એક મકાનનું નળ જોડાણ કટ્ટ કરી નાખ્યું છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી મહાનગર પાલિકા દ્વારા બાકી મિલ્કત વેરો વસૂલવા કડક કાર્યવાહી શરૂ કરતા જ ફેબ્રુઆરી મહિનામાં મહાપાલિકાની આવકમાં વધારો થયો છે, ફેબ્રુઆરી માસ દરમિયાન કોર્પોરેશનને બે કરોડ ચુમાલીસ લાખની આવક જમા થઈ છે. બીજી તરફ મહાનગર પાલિકાએ એક લાખથી વધુ વેરો બાકી હોય તેવી ૩૩૦ મિલ્કત ધારકોને નોટિસ ફટકારી સીલિંગની કાર્યવાહી શરૂ કરી છે જે અન્વયે અત્યાર સુધીમાં કુલ નવ કોમર્શિયલ મિલ્કતો સીલ કરવામાં આવ્યા બાદ શનિવારે કોર્પોરેશને પ્રથમ વખત જ રહેણાંક મિલ્કત સામે સીલિંગ કાર્યવાહી કરી છે.
જેમાં કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર જીઆઇડીસી સામે આવેલ રામેશ્વરનગર સોસાયટીમાં આર.આર.ગાંધી નામના અસામીએ બાકી નીકળતો રૂપિયા એક લાખ આંઠ હજારનો વેરો ભરપાઈ નહીં કરતા કોર્પોરેશને રહેણાક મિલ્કત સીલ કરી નાખ્યું હતું . આ ઉપરાંત મોરબીના બાયપાસ ઉપર આવેલ ગોકુલનગરમાં રહેતા ખેતાભાઈ દેવજીભાઈ પરમાર નામના અસામીએ બાકી નીકળતો એક લાખ છવ્વીસ હજાર પાંચસો એંસી રૂપિયાનો વેરો ભરપાઈ ન કરતા કોર્પોરેશને તેમનું નળ જોડાણ કટ્ટ કરી નાખ્યું હતું.