MORBIMORBI CITY / TALUKO

MORBI:NEETના વિદ્યાર્થીઓ માટે નવયુગ અને જ્ઞાનમંજરી સ્કૂલ દ્વારા મોટિવેશનલ સેમિનારનું ભવ્ય આયોજન

 

MORBI:NEETના વિદ્યાર્થીઓ માટે નવયુગ અને જ્ઞાનમંજરી સ્કૂલ દ્વારા મોટિવેશનલ સેમિનારનું ભવ્ય આયોજન: ‘આ આફત નહીં, પણ વિજયની તૈયારીનો અવસર છે’

 

હાલમાં NEET પરીક્ષાને લઈને સર્જાયેલી વિદ્યાર્થીઓની વિકટ અને સંકટમય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ અકબંધ રહે તે માટે મોરબીની નામાંકિત શૈક્ષણિક સંસ્થા નવયુગ સાયન્સ સ્કૂલ અને જ્ઞાનમંજરી દ્વારા એક ખાસ મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં રાજકોટના જાણીતા બેસ્ટ કાઉન્સેલર શ્રી પ્રતિક કાછડીયાએ વિદ્યાર્થીઓને સફળતાના મંત્રો આપ્યા હતા.

સેમિનાર દરમિયાન કાઉન્સેલર પ્રતિક કાછડીયાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, “આ સમય આફતનો નથી, પરંતુ એક નવો ‘અવસર’ મળ્યો છે તેમ સમજીને આગળ વધવાનો છે. આ કોઈ વિરામ નથી, પરંતુ આગામી સમયમાં ભવ્ય વિજય મેળવવા માટેની પૂર્વતૈયારીનો સુવર્ણ કાળ છે.” તેમણે અનેક પ્રેરણાદાયી ઉદાહરણો આપીને વિદ્યાર્થીઓને Re-Exam (ફરીથી યોજાનારી પરીક્ષા) માટે સકારાત્મક અભિગમ અપનાવવા મોટીવેટ કર્યા હતા.

તેમણે ઉમેર્યું કે, આ એક નવી સુવર્ણ તક છે. નવા ઉત્સાહ અને નવી તૈયારી સાથે મહેનત કરીને તમારી મનગમતી મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી તમારા MBBS બનવાના સ્વપ્નને સાકાર કરો. સંસ્થાની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, તમે ખૂબ નસીબદાર છો કે તમને આવી સ્કૂલ મળી છે, જે તમારો અભ્યાસ પૂરો થયા પછી પણ તમારા ભવિષ્યની આટલી ચિંતા કરે છે. આ માટે તેમણે સંસ્થા, સંચાલકો અને પ્રિન્સિપાલને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.

આ સેમિનાર બાદ વિદ્યાર્થીઓમાં એક અલગ જ પ્રકારની સકારાત્મક ઉર્જા અને ચેતનાનો સંચાર જોવા મળ્યો હતો. તમામ વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે ફરીથી તૈયારીમાં લાગી જવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. નવયુગ અને જ્ઞાનમંજરીની સમગ્ર ટીમે સાથે મળીને આગામી સમયમાં વધુ શ્રેષ્ઠ પરિણામ લાવવાની ખાતરી આપી હતી.

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રિમો શ્રી પી. ડી. કાંજીયા સરે પણ તમામ વિદ્યાર્થીઓની ચિંતા કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા અને આગામી પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!