
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: હેલ્મેટ ન પહેરનારા સરકારી કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી,જિલ્લા સેવાસદનના ગેટ ગેટ પર પોલીસની કાર્યવાહી
ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવાયું છે.સરકારી કચેરીઓમાં આવતા દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત બનાવ્યું છે. છતાં આ કાયદાનો અમલ ન કરનારા સરકારી કર્મચારીઓને હવે કાયદાનું પાલન કરાવવા પોલીસે લાલ આંખ કરી ગુજરાતની તમામ સરકારી કચેરીના દરવાજે હેલ્મેટ અને કારમાં સીટબેલ્ટ ના નિયમનનું ચુસ્ત પાલન કરાવવા ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ દ્રાઇવ યોજવામાં આવી રહી છે.હેલ્મેટ નહિ પહેરનાર અને સીટબેલ્ટ નહિ લગાવનાએ સામે પોલીસે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.અરવલ્લી જિલ્લા સેવાસદનના 5 ગેટ પર ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે રાજ્યના પોલીસ વડાએ એક્શન પ્લાન બનાવ્યો છે.આજથી ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે. દરેક સરકારી કચેરીઓ પર પોલીસ તૈનાત રહેશે. ટ્રાફિક પોલીસ ઓફિસના ગેટ પર નિયમોનું પાલન કરાવશે. DGP વિકાસ સહાયે આ અંગે આદેશ કર્યો હતા.જે આદેશ અંનુસાર કાર્યવાહી હાથ ઘરવામાં આવી રહિ છે.




