જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ, પાલનપુરમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી
5 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ, પાલનપુરમાં ભારતના મહાન તત્વજ્ઞાની અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિત્તે ‘શિક્ષક દિન’ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કોલેજના ૪૫ વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભૂમિકા ભજવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષક પ્રત્યે આદર અને સમર્પણની ભાવના કેળવવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવનાર રાજગોર નિસર્ગે શિક્ષક દિનનું મહત્વ સમજાવ્યું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થી અધ્યાપકો પ્રો. મિતલ રાણા અને પ્રો. આરુષિ રાવલે પણ શિક્ષક તરીકેના પોતાના અનુભવો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિદ્યાર્થીની આસ્થાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ વાઇસ પ્રિન્સિપાલ દેવાંગ પટેલે કરી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રાધાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. કલ્પના ગાંવિત, ડૉ. નૈલેશભાઈ પટેલ અને ડૉ. વિજયભાઈ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.