GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં તા.૨૪ ઓક્ટોબરના સંયુક્ત રાષ્ટ્રસંઘનો ધ્વજ ફરકાવવામાં આવશે
MORBI:મોરબીમાં તા.૨૪ ઓક્ટોબરના સંયુક્ત રાષ્ટ્રસંઘનો ધ્વજ ફરકાવવામાં આવશે
સરકારના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના પરિપત્રમાં જણાવ્યા અનુસાર સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ એટલે કે ૨૪ મી ઓક્ટોબરના દિવસે સરકારી કચેરીઓના મકાન ઉપર ભારતીય રાષ્ટ્રધ્વજની સાથે સંયુક્ત રાષ્ટ્રસંઘનો ધ્વજ ફરકાવવામાં આવશે.
જેને ધ્યાનમાં રાખતા મોરબી જિલ્લામાં તમામ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાની કચેરીઓ, સેવા સદનોમાં તા. ૨૪ ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો ધ્વજ ફરકાવવાનો રહેશે. તેમ નિવાસી અધિક કલેકટર શ્રી એસ.જે.ખાચર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.