વિજાપુર હિરપુરા ગામે ખેતર માં પાણી ના નેક મા માટી ચડાવતા ખેડૂતે ખેડૂત ને પગ ઉપર પાવડો માર્યો પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના હિરપુરા ગામે ખેતર માં સવારના પાણી આપવા ના સમયે ખેતર ની નેક મા પાણી વાળવા માટી ચડાવતા ખેડૂતને બાજુના ખેતર માલીક ના ભાઈ એ તારા બાપાનું ખેતર છે. કહીને પગ ઉપર ખેતર માં હાથ મા આવેલ પાવડો પગ ઉપર મારી ગંભીર ઈજાઓ કરતા ખેડૂત ને ટીબી હોસ્પિટલ ખાતે આઇ સી યુ મા દાખલ કરાયો છે. ખેડૂતે બાજુના ખેતરના માલીક ના ભાઈ સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હિરપુરા ગામે રહેતા હર્ષદ કુમાર મણીલાલ પટેલ તેઓ પોતાના ખેતર માં ગયા હતા તે સમયે પાણી વાળતા હતા બાજુમાં વિક્રમભાઈ પટેલ ના ખેતર માં થઈ પાણી આવતું તેમના વિક્રમ ભાઈ ના મોટા ભાઈ રમણ ભાઈ બાબુલાલ તેઓ ખેતર માં હતા. ખતેર ઊંચું હોવાથી વિક્રમ ભાઈના ખેતર માંથી પાવડા થી માટી લઈ પાણી ની નેક ઉપર ચડાવતા રમણ ભાઈ પટેલે તારા બાપનું ખેતર છે. તો માટી લે છે. તેમ કહી પગ ઉપર પાવડો મારી ઈજાઓ કરતા તેઓને સબંધીઓ મારફત ટીબી હોસ્પીટલ ખાતે સારવાર માટે લાવવા મા આવ્યા હતા. જ્યાં આઇ સી યુ મા દાખલ કરેલ છે જે બાબત ની હર્ષદ કુમાર પટેલે પોલીસ મથકે રમણ ભાઈ પટેલ વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.