MORBI:મોરબીના ભડીયાદ કાંટા નજીક પાર્ક કરેલ બાઇકની ચોરી
MORBI:મોરબીના ભડીયાદ કાંટા નજીક પાર્ક કરેલ બાઇકની ચોરી
મોરબી-૨ માં પરશુરામ સોસાયટી પાછળ આવેલ રામદેવનગર ૨૭ માં રહેતા ખીમજીભાઈ રવજીભાઈ પરમાર ઉવ.૪૩ એ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૧૭/૦૯ ના રાત્રીના ૯ વાગ્યાની આસપાસ ખીમજીભાઈ પોતાનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં.જીજે-૦૩-એફબી-૦૩૯૦ લઈને પોતાના કામકાજના સ્થળેથી ઘરે પરત ફરતા હોય ત્યારે પોતાના ઘર પાસે ભડીયાદ કાંટા નજીક આવેલ આંબેડકર કોમ્યુનિટી હોલ પાસે ઉપરોક્ત બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતા ખીમજીભાઈએ પોતાનું બાઇક કોમ્યુનિટી હોલ પાસે પાર્ક કરીને ચાલતા પોતાના ઘરે જતા રહ્યા હતા ત્યારબાદ રાત્રીના એક વાગ્યે ખીમજીભાઈ પોતાનું બાઇક લેવા ઉપરોક્ત સ્થળે આવતા બાઇકની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કારણે લઈ ગયું હતું. ત્યારે ખીમજીભાઈએ નિયમોનુસાર પ્રથા ઇ-એફઆઈઆર બાદ રૂબરૂ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે વાહન ચોર આરોપી સામે ગુનો દાખલ કરી અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે.