AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આદિવાસી ખેડૂતોની અવદશા પૂછવાવાળુ કોઈ નથી જેના પગલે ખેડૂતો બન્યા લાચાર..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લામાં ગત ચોમાસામાં અતિભારે વરસાદ અને પૂર ની પરિસ્થિતિમાં આદિવાસી ખેડૂતોને ડાંગર સહીતનાં પાકોને વ્યાપક નુકસાની થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે કર્યા બાદ હજી સુધી વળતર ન ચૂકવાતા ગરીબ ખેડૂતોની કફોડી સ્થિતિ સર્જાઈ છે.ઘટાદાર જંગલો અને ડુંગરાળ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં આદિવાસી ખેડૂતો ચોમાસાની ખેતી પર નભે છે,ગત ચોમાસામાં આદિવાસી ખેડૂતોએ ડાંગર,નાગલી ,વરાઈ સહીત કઠોળની મોટાપાયે ખેતી કરી હતી.પરંતુ ગત ચોમાસામાં પાછોતરા અતિભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં ખેતરમાં લહેરાઈ ઉઠેલા પાકનું વ્યાપક ધોવાણ થતા ખેતી પાકની નુકસાની થવા સાથે આદિવાસી ખેડૂતોનાં પરિવાર મહેનત પર પાણી ફરી વળતા કફોડી  સ્થિતિ સર્જાઈ હતી.આદિવાસી ખેડૂતોને કુદરતી આપદાથી થયેલ નુકસાની અંગે રાજ્ય સરકારે વળતર આપવાની ઘોષણા કર્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારનાં ખેતરોનું સર્વે હાથ ધરી હતી.પરંતુ ચોમાસામાં અતિભારે વરસાદને કારણે થયેલ નુકસાનીની સહાય આજદિન સુધી ન ચૂકવાતા માત્ર ચોમાસાનાં આધારે ખેતી પર નભતા આદિવાસી ખેડૂત પરિવાર ગુજરાન ચલાવવા ફાંફા મારી રહ્યા છે.આ વિકટ પરિસ્થિતિમાથી બહાર આવવા આદિવાસી ખેડૂત પરિવાર ડાંગ ધારાસભ્ય અને નાયબ દંડક વિજયભાઈ પટેલ પાસે આશા સેવી રહ્યા છે.ત્યારે આ બાબતે લોકલાડીલા ધારાસભ્ય ઉકેલ લાવે તેવી માંગ ઉઠી છે.

તસ્વીર-પ્રતીકાત્મક

Back to top button
error: Content is protected !!