NAVSARI

રાજ્યના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે નવસારી જિલ્લાની ધોલાઈ બંદર ની મુલાકાત લીધી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી

ધોલાઈ બંદરના  સાગરખેડૂઓના પડતર પ્રશ્નો વહેલી તકે નિરાકરણ લાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ  :  – મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ..રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રીશ્રી રાઘવજીભાઈ
<span;>પટેલે નવસારીના ગણદેવી તાલુકાના ધોલાઈ બંદરની સ્થળ મુલાકાત લઈ સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળી વહેલી તકે નિરાકરણ લાવવાનું આશ્વાસન સાગરખેડૂઓને આપ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે , ધોલાઈ બંદરના વિકાસ માટે ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ તથા  સ્થાનિક આગેવાનો દ્વારા સાગરખેડૂઓને પડતર  પ્રશ્નોનો  મારી સમક્ષ રજુ થયાં  હતા. જે  અન્વયે આજે ધોલાઈ બંદરની મુલાકાત લીધી  છે. ધોલાઈ બંદરના વિકાસ માટે જરૂરી  સુવિધાઓની વ્યવસ્થાઓ માટે  ઝડપી ઉકેલ લાવવામાં આવશે જેથી સાગરખેડૂઓને કોઈ તકલીફ નહિ પડશે નહિ તેમજ તેઓની આવકમાં વધારો થાય તે દિશામાં આગળ વધીશુ.
મંત્રી શ્રી એ વધુમાં ઉમેર્યું કે , સાગરખેડૂતોના પ્રશ્નો ક્રમબદ્ધ રીતે ઉકેલ લાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. અને  દક્ષિણ ગુજરાતમાં ધોલાઈ બંદર  એ મહત્વનું બંદર બની રહેશે. જે બાબતે ઘટતુ કરવા મંત્રીશ્રીએ ખાત્રી આપી હતી.
આ મુલાકાત અવસરે વલસાડના સાંસદ ડૉ. કે.સી.પટેલ , ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશ પટેલ , નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા ,  અધિક કલેકટરશ્રી કેતન જોષી , જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ગજેરા તેમજ ગણદેવી તાલુકા વિકાસ અધિકારી અને ધોલાઈ બંદરના સ્થાનિક સાગરખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!