GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં જીએસટી નંબર થી ટાઈલ્સ નો વેપાર કરતા વેપારીઓ સાવધાન! તમારા જીએસટી નંબરનો દુરુપયોગ કરીને તમારી સાથે કોઈ છેતરપિંડી તો નથી કરી રહ્યું ને?

MORBI:મોરબીમાં જીએસટી નંબર થી ટાઈલ્સ નો વેપાર કરતા વેપારીઓ સાવધાન! તમારા જીએસટી નંબરનો દુરુપયોગ કરીને તમારી સાથે કોઈ છેતરપિંડી તો નથી કરી રહ્યું ને?

 

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આવી એક છેતરપિંડીની થઈ છે અરજી!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગની તેજી નો સમય આવ્યા પછી કેટલાક ફ્રોડ લોકો પણ આ ધંધામાં ઘૂસી ગયા છે. મોરબીની આ ટાઈલ્સ દેશ અને વિદેશમાં વેચાય છે અને તેના કાયદેસરના વેચાણ માટે સરકારશ્રી નાં જીએસટી નંબર મેળવીને વેપાર કરતા ઘણા વેપારીઓએ ઓફિસો ખોલી છે. ત્યારે આવા વેપારીઓના જીએસટી નંબર નાખીને વેપારીઓ પાસેથી બાકી માં ટાઇલ્સ ખરીદીને રોકડામાં બીજાને વેચી નાખે છે. જ્યારે બાકીમાં માલ આપનાર વેપારી આવા જીએસટી નંબર વાપરતા મૂળ વેપારી પાસે આવીને ઉધાર માલ આપ્યો છે તેના નાણાંની ઉઘરાણી કરે છે ત્યારે જ તે વેપારીને ખ્યાલ આવે છે કે તેની સાથે કોઈ છેતરપિંડીની રમત રમી રહ્યું છે. પરંતુ ઉધાર આપતા લોકો પોતાના નાણાંની કડકાઇથી ઉઘરાણી કરતા હોય અને આવી છેતરપિંંડનો ભોગ બનનાર એક વેપારીએ બે મોબાઈલ નંબર સાથે છેતરપિંડી કરતા ફ્રોડ માણસ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે અને ગુનો નોંધીને વધુ તપાસ કરવાની માંગણી કરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી લાલપર ગામ નજીક શિવ સીરામીક નામની પેઢી ધરાવતાં ગણેશ પરસોતમ કાસુન્દ્રાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે તેમાં જણાવ્યા મુજબ તેઓ લાલપર ગામ પાસે શિવ સિરામિક નામની પેઢી ચલાવે છે અને તેના જીએસટી નંબરથી તેઓ ટાઇલ્સ નો લે-વેચ નો વેપાર કરે છે. ત્યારે મોબાઈલ નંબર ૯૯૯૮૪૫૩૩૩૪ અને ૬૩૬૩૧૮૭૬૦૧ નો ઉપયોગ કરતા કોઈ સુમિત પટેલ નામધારી માણસ શિવ સીરામીક નામની પેઢી નો માલ ખરીદીને તેની રીતે ગ્રાહકોને વેચી નાખે છે. અને બાકીમાં વેપારી પાસેથી ખરીદ કરીને આ અરજી કરનાર ની ઓફિસ નું સરનામું અને તેના જીએસટી નંબર લખાવે છે. અને જ્યારે વેપારી બાકી નાણાંની ઉઘરાણી કરવા આવે ત્યારે જ તેને જાણ થાય છે કે તેમના જીએસટી નંબરનો ખોટી રીતે ઉપયોગ કરીને તેમની ઓફિસ અને જીએસટી નંબરથી માલ ખરીદીને તેમની સાથે છેતરપિંડી કરી છે. અને તેઓએ આ કોઈ સુમિત પટેલ નામધારી માણસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને ગુનો નોંધવા તાલુકા પોલીસ ટેશન માં આ ફ્રોડ નો ભોગ બનેલા ગણેશ પરસોતમ કાસુન્દ્રાએ અરજી આપીને એફ આઈ આર નોંધીને તપાસ કરવા માંગણી કરી છે.

Back to top button
error: Content is protected !!