GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ઇલેક્શન બ્રાન્ચના મામલતદાર સહિત રાજ્યના 30 મામલતદારોની બદલી

MORBI:મોરબી ઇલેક્શન બ્રાન્ચના મામલતદાર સહિત રાજ્યના 30 મામલતદારોની બદલી
ગુજરાત રાજ્યમાં જુદા જુદા તાલુકા અને કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદારની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે મોરબી ઇલેક્શન બ્રાન્ચના મામલતદાર સહિત 30 મામલતદારની બદલીઓના આદેશ કર્યા છે. મોટાભાગના મામલતદારને ડિઝાસ્ટર વિભાગનો હવાલો સોપવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે મામલતદારોની બદલી કરવા આદેશ કર્યા છે જેમાં મોટાભાગના ચૂંટણી હવાલે રહેલા મામલતદારને ડિઝાસ્ટર હવાલે કરવામાં આવ્યા છે. આ બદલી હુકમ અન્વયે ખેડા, દેવભૂમિ દ્વારકા, દાહોદ, મોરબી, રાજકોટ, વડોદરા સહિતના અનેક જિલ્લાના મામલતદારોની બદલી કરવામાં આવી છે.જેમાં રાજકોટ ઇલેક્શન બ્રાન્ચના એચ.એલ.ચૌહાણને મામલતદાર ડિઝાસ્ટર તરીકે તેમજ મામલતદાર ઇલેક્શન મોરબી જે.એસ.સિંધીને ડિઝાસ્ટર મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે.










