BANASKANTHALAKHANI

લાખણી તાલુકાના મડાલ ગામે ઓબિસી સમાજ દ્વારા આપણો હક અધિકાર ની માંગ ના શ્રી ગણેશ

 

નારણ ગોહિલ લાખણી

લાખણી તાલુકામા મડાલ ગામ ખાતેથી રવિવારે સાંજે અનામત વર્ગીકરણ બાબતે ચિંતન બેઠકનું આયોજન કરી આપણા ઓબીસીમા આવતા વિકાસથી વંચિત દરેક સમાજોનાં હક્ક અને અધિકારો મેળવવા માટે શ્રી ગણેશ કરવામાં આવ્યા

જેમા મડાલ સરપંચ ભરતભાઈ ને ટેલીફોન સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતુ કે આવનારા સમય મા ગામે ગામ ઓબિસી હક્ક અને અધિકાર માટે ની મિટિંગો થશે અને તેમણે એમ પણ કહ્યું છે આ મિટિંગ ની ઉપર સુધી જાણ થતા આઈ બી રિપોર્ટ એ એમનો કોન્ટેક્ટ કરી તમાંમ માહિતી મેળવી છે

 

ઓબીસી અનામતમા રહેલી ખામીઓનાં કારણે વર્ષોથી વિકાસથી વંચિત રહેતા સમાજોને ઓબીસી વર્ગીકરણથી થતા ફાયદાઓ વિશે જાગૃત કરવામાં આવ્યા..

અને આગામી સમયમા લાખણી તાલુકાનાં દરેક ગામડાઓમા ચિંતન શિબિર યોજીને ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત સમાજોને જાગૃત કરી પોતાના બંધારણીય હક્ક/ અધિકારો મેળવવાં અભિયાન ચલાવવા સંકલ્પ કરવામાં આવ્યો…જે પ્રસંગે ઉપસ્થિત મડાલ ગામ ના યુવા સંરપંચ ભરતભાઈ ઠાકોર મડાલ બિ.કે દેતા એન ટી ઠાકોર દેતાલ પરથીભાઇ વકીલ કુંડા ડી.કે લાલપુર રમેશજી લાલપુર નારણજી ઠાકોર ડોડીયા ડૉ હરેશભાઈ ઠાકોર ઘાણા વિનોદજી ઠાકોર વાસણ ઓખા ભાઈ રબારી પાવડાસણ દશરતભાઈ પાવડાસણ નામી અનામી યુવાનો વડીલો વિધાર્થીઓ સહિત આજુબાજુ માથી પધારેલા યુવાનો આગેવાનો ઉપસ્થિત રહી લડત લડવા ના મુડ મા મા જે ચારે કોર ચર્ચા પ્રસરવા લાગી હતી

Check Also
Close
Back to top button
error: Content is protected !!