MORBI:મોરબી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ દ્વારા આવતીકાલે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન

MORBI:મોરબી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ દ્વારા આવતીકાલે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન
શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, મોરબી દ્વારા સમાજસેવાના અનોખા હેતુ સાથે આગામી તા. 16 જુલાઈ, 2026 (ગુરુવાર) ના રોજ એક વિશાળ નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય તપાસ અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલી ક્રાંતિ જ્યોત સોસાયટી (રામધન આશ્રમની સામે) ખાતે સવારે 9:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી યોજાશે.
આ કેમ્પમાં આવનાર તમામ દર્દીઓને હોસ્પિટલના અનુભવી અને નિષ્ણાત હોમિયોપેથીક તબીબો દ્વારા નિઃશુલ્ક આરોગ્ય નિદાન તેમજ સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ સાથે જ જરૂરિયાતવાળા દર્દીઓને સ્થળ પર જ વિનામૂલ્યે હોમિયોપેથીક દવાઓનું વિતરણ પણ કરવામાં આવશે.
તમામ ઉંમરના નાગરિકો લાભ લઈ શકશે – આ હેલ્થ કેમ્પ ખાસ કરીને બાળકો, મહિલાઓ, વડીલો તેમજ તમામ ઉંમરના નાગરિકોના સામાન્ય અને જૂના રોગોની સારવાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સત્તાધીશો દ્વારા મોરબી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય સેવાનો વધુમાં વધુ સંખ્યામાં લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.








