GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં તુલસી પૂજનનો કાર્યક્રમ યોજાયો

 

MORBI:મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં તુલસી પૂજનનો કાર્યક્રમ યોજાયો

 

 

મોરબી, ભારતીય સંસ્કૃતિમાં વનસ્પતિ, વૃક્ષનું ખુબજ મહત્વ છે,વટ સાવિત્રીના દિવસે બહેનો વડનું પૂજન કરે છે, દેવ દિવાળીના દિવસે તુલસી વિવાહ યોજાય છે, તુલસીજીના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે, એવી જ રીતે હવે નાતાલના તહેવાર નિમિત્તે લોકો ક્રિસમસના વૃક્ષની જગ્યાએ તુલસી પૂજન કરતાં થયા છે. વનસ્પતિ,વૃક્ષો પર્યાવરણના પ્રહરી છે,વૃક્ષો દ્વારા પર્યાવરનું રક્ષણ અને સંવર્ધન થાય છે ત્યારે મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં તુલસી પૂજનનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં શાળાના પ્રિન્સિપાલ તેમજ ઋષિ સંસ્કૃતિ કેન્દ્રમાંથી પધારેલા નિલેશભાઈએ તુલસીના મહત્વ વિશે,ગુરુ શિષ્યના મહત્વ વિશે,ભારતીય સંસ્કૃતિની આધ્યાત્મિક પરંપરાઓ વિશે વિસ્તૃત વાતો કરી,લયબદ્ધ શ્લોક સાથે શાળાની 400 બાળાઓ અને શિક્ષકોને વિધિ વિધાન સાથે તુલસી પુજન કરાવ્યું હતું અને તુલસીના મહત્વ વિશે,તુલસીના આયુર્વેદિક ઉપચાર વિશે વાતો કરી હતી,કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીનીઓએ પ્રશ્નોત્તરી કરી હતી જેમ કે માણસનું મૃત્યુ થાય છે ત્યારે મોઢામાં તુલસીના પાન કેમ મુકવામાં આવે છે? માણસના અગ્નિ સંસ્કારમાં સુકાયેલા તુલસી કેમ રાખવામાં આવે છે? પંચામૃતમાં તુલસીના પાન કેમ રાખવામાં આવે છે? વગેરે પ્રશ્નોના સંતોષકારક પ્રતિઉત્તરો નિલેશભાઈ અને દિનેશભાઈ વડસોલાએ આપ્યા હતા. તુલસી પૂજનના કાર્યક્રમને સફળ બનાવવા તમામ સરસ્વત શિક્ષક બંધુ-ભગીનીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!