MORBI:મોરબીના મકનસર – રફાળેશ્વર ગામે બે બાઇકની ચોરી
MORBI:મોરબીના મકનસર – રફાળેશ્વર ગામે બે બાઇકની ચોરી
મોરબી તાલુકાના મકનસર ગામે ગોકુલનગર સોસાયટીમાં રહેતા અલ્પેશભાઇ જયંતીભાઇ નિમાવત ઉવ.૩૪ એ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૨૫/૦૭ ના રોજ અલ્પેશભાઈએ પોતાનું હિરો હોન્ડા કંપનીનુ કાળા કલરનું સ્પેલન્ડર પ્લસ મોટર સાયકલ જેના રજી.નં. જીજે-૦૩-સીબી-૧૭૬૦ કિંમત રૂ.૨૦,૦૦૦/- વાળુ મોટર સાયકલ ઘર ના પાર્કિંગમાં પાર્ક કર્યું હોય જે કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જતા મોટરસાયકલની ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મૂળ ઘાટીલાના વતની હાલ રફાળેશ્વર ગામે રહેતા વેપારી જગદીશભાઈ નટવરલાલ જાની ઉવ.૪૪ એ હિરો હોન્ડા કંપનીનુ કાળા કલરનું સ્પેલન્ડર પ્રો.મોટર સાયકલ જેના રજી.નં. જીજે-૦૩-ઈપી-૨૭૮૧ કિંમત રૂ.૩૦,૦૦૦/- વાળુ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોય જેથી ઉપરોક્ત બાઇકની ચોરી અંગે તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.