MORBI મોરબીના મચ્છુ ૩ ડેમના બે દરવાજા બે ફુટ ખોલવામાં આવ્યા: બે તાલુકાના ૨૧ ગામોને એલર્ટ કરવામાં આવ્યા
MORBI મોરબીના મચ્છુ ૩ ડેમના બે દરવાજા બે ફુટ ખોલવામાં આવ્યા: બે તાલુકાના ૨૧ ગામોને એલર્ટ કરવામાં આવ્યા
મોરબીના જુના સાદુળકા પાસે આવેલ મચ્છુ ૩ ડેમ પૂર્ણ સપાટીએ ભરાયેલ છે અને મચ્છુ ૨ ડેમમાંથી પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થતા આજે એક દરવાજો ૧.૭૫ ફૂટ ખુલ્લો રાખવામાં આવ્યો હતો તે બપોરે બે દરવાજા બે ફૂટ ખોલવાની સુચના ડેમ અધિકારીએ આપી હતી
મચ્છુ ૨ ડેમમાંથી સતત પાણીની આવકને પગલે મચ્છુ ૩ ડેમમાં ૩૭૫૬ કયુસેક પાણીનો ઇન્ફ્લો અને આઉટફલો છે બપોરે બે દરવાજા બે ફૂટ કરવામાં આવનાર હોવાથી મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી) , ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા (મી.) , હરીપર અને ફતેપર એમ બે તાલુકાના ૨૧ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે