HALVAD:હળવદમાં યુવકના અશ્લીલ વિડીયો, વાયરલ ધમકી આપી બે શખ્સોએ રૂપિયાની માંગણી કરી

HALVAD:હળવદમાં યુવકના અશ્લીલ વિડીયો, વાયરલ ધમકી આપી બે શખ્સોએ રૂપિયાની માંગણી કરી
હળવદ શહેરમાં રહેતા યુવકના અશ્લીલ વિડીયો, ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી બે શખ્સો દ્વારા રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી અને જો રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં આવેલ ધાંગધ્રા દરવાજા અંદર, રાવલફળી પાસે, વજેરી વાસમા રહેતા ફિરોજભાઈ યુનિશભાઈ સંધીએ આરોપી અનસભાઈ સંધિ તથા હાજી સલીમભાઈ સંધી રહે. બંને ધાંગધ્રા જી. સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીના ભાઇ માજીદભાઇને ફોન કરી જણાવેલ કે,પાંચ લાખ રૂપીયા આપો નહીતર તારા નાનાભાઇ ફિરોજભાઇના અશ્લીલ ફોટા/વિડીયો મારી પાસે છે. જે સોશીયલ મીડીયામાં વાયરલ કરી દેશુ અને રૂપીયા નહી આપો તો જાનથી મારી નાંખશુ તેવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ -૩૦૮(૨),૩૫૧(૩),૫૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






