TANKARA:ટંકારાના વાડીના રસ્તામાં પાણીનાં નીકાલ બાબતે પ્રૌઢને બે શખ્સોએ માર માર્યો
TANKARA:ટંકારાના વાડીના રસ્તામાં પાણીનાં નીકાલ બાબતે પ્રૌઢને બે શખ્સોએ માર માર્યો
ટંકારામા રહેતા પ્રૌઢને આરોપી સાથે પાંચ છ દિવસ પહેલા વાડીના રસ્તામાં પાણીનાં નીકાલ બાબતે ઝઘડો કરી ટંકારાના ગાયત્રીનગર હનુમાનદાદા પાસે આરોપીઓએ પ્રૌઢને ગાળો આપી લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારામાં મઠવાળી શેરી જુના આર્યસમાજની બાજુમાં રહેતા ગોવિંદભાઈ રણછોડભાઈ લો (ઉ.વ.૫૦) એ આરોપી દિલીપભાઈ છગનભાઇ ઘેટીયા તથા છગનભાઇ રાધવજીભાઈ ઘેટીયા રહે. બંને ગાયત્રીનગર ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી દિલીપભાઈને ફરીયાદી સાથે આજથી પાંચ છ દિવસ પહેલા વાડીના રસ્તામાં પાણીનાં નીકાલ બાબતે ઝઘડો માથાકુટ કરી આરોપીઓએ ફરીયાદીને લાકડાના ધોકા વડે મારમારી ગાળો આપી જાનથી મારી નાંખવાની ગર્ભીત ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.