DAHODGUJARAT

દાહોદ શહેરમાંથી પસાર થતી રેલ્વે લાઈન પર કોઈ અજાણ્યા ૪૫ વર્ષિય પુરૂષ કોઈ ટ્રેનની અડફેટે આવી જતા મોત

  1. તા.૨૪. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Dahod:દાહોદ શહેરમાંથી પસાર થતી રેલ્વે લાઈન પર કોઈ અજાણ્યા ૪૫ વર્ષિય પુરૂષ કોઈ ટ્રેનની અડફેટે આવી જતાં સ્થળ પર મોત નીપજતાં આ અંગેની જાણ સ્થાનીક રેલ્વે પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે

ગત તા.૨૨મી જુલાઈના રોજ દાહોદ શહેરમાંથી પસાર થતી દાહોદ રેલ્વે સ્ટેશનની પશ્ચિમે યાર્ડમાં અપ અને ડાઉન ક્રોસ રેલ્વે લાઈનની વચ્ચે કોઈપણ ટ્રેનની અડફેટે એક ૪૫ વર્ષિય અજાણ્યો પુરૂષ કોઈ ટ્રેનની અડફેટમાં આવી જતાં તેમને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ સ્થાનીક રેલ્વે પોલીસના કર્મચારીઓને થતાં રેલ્વેના કર્મચારીઓ તેમજ રેલ્વે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં અજાણ્યા વ્યક્તિના મૃતદેહનો કબજે લઈ નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યો હતો અને રેલ્વે પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિના વાલી વારસની શોધખોળ હાથ ધરી આ સંબંધે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!