Halvad:હળવદના માથક ગામે વાડીમાંથી મોટરના કેબલની ચોરી કરનાર બે ઈસમો મુદ્દામાલ સાથે ઝડપાયા
Halvad:હળવદના માથક ગામે વાડીમાંથી મોટરના કેબલની ચોરી કરનાર બે ઈસમો મુદ્દામાલ સાથે ઝડપાયા
હળવદ તાલુકાના માથક ગામે ગત તા. ૨૯ જૂનના રોજ મનસુખભાઇ પટેલની વાડીએથી થયેલ ઇલેક્ટ્રિક મોટરના ૭૧ મીટર કેબલની ચોરીનો હળવદ પોલીસ ટીમ દ્વારા ભેદ ઉકેલી મૂળ હળવદ તાલુકા રણછોડગઢ ગામમાં વાડીએ રહેતા રાજસ્થાન રાજ્યના બે ચોર ઈસમોને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના માથક ગામની સીમમાં આવેલ મનસુખભાઇ પટેલની વાડીમાં ગત તા. ૨૯/૦૬ ના રોજ રાત્રીના ભાગે કોઈ અજાણ્યા ચોર ઈસમ વાડીમાં રાખેલ ઇલેક્ટ્રિક મોટરના કેબલની ચોરીની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી જે અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓની વોચમાં રહી આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમિયાન હળવદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એ.એન.સીસોદીયા પોલીસ સ્ટાફ સાથે નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા ત્યારે હળવદ તાલુકાના શિરોઈ ગામના પાટીયા પાસેથી કેબલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી માનસિંગ રાવજી બારિયા ચૌહાણ અને મિથુન રૂપજી ચૌહાણ બંને બાંસવાડા રાજસ્થાન વાળાની અટકાયત કરી લેવામાં આવી હતી. આ સાથે બંને આરોપીઓ પાસેથી ઇલેક્ટ્રિક કેબલ આશરે ૭૧ મીટર કિંમત રૂ.૧૪,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.