GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી અજાણ્યા છોકરાના ફોન પત્નીના ફોનમાં આવતા પતીએ ઝઘડો કરી બાદમાં હત્યા.

MORBI:મોરબી અજાણ્યા છોકરાના ફોન પત્નીના ફોનમાં આવતા પતીએ ઝઘડો કરી બાદમાં હત્યા.

 

 

મોરબીમાં આવેલ ફેકટરીમાં રહીને મજુરી કરતા શ્રમિક યુવાનની પત્નીના મોબાઈલમાં અજાણ્યા છોકરાના ફોન આવતા હોવાથી પતિએ પત્ની સાથે ઝઘડો કરી ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દઈને ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

મધ્યપ્રદેશના વતની સુનીલ રાધેશ્યામ માલવીયએ આરોપી કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવીય રહે હાલ મુરાનો સિરામિક બેલા તા. મોરબી મૂળ રહે એમપી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી કનૈયાલાલની પત્ની ધાપુબાઈ છેલ્લા છ-સાત મહિનાથી વતનમાં રહે છે તેનો મોબાઈલ ફોન આરોપી કનૈયાલાલ પાસે હતો જે ફોનમાં કોઈ અજાણ્યા છોકરાના ફોન આવતા હોવાથી પત્ની પર શંકા ગઈ હતી અને પત્ની ધાપુબાઈ ગત તા. ૦૩ ના રોજ મુરાનો સિરામિકની લેબર કોલોનીએ આવ્યા હતા ત્યારે આરોપી પતિએ તારા ફોનમાં કોઈ છોકરાનો ફોન આવે છે તેની સાથે શું સંબંધ છે કહીને ચારિત્ર્ય પર શંકા કરી ઝઘડો કર્યો હતો આરોપી પતિએ પત્નીને મારી નાખવાના ઈરાદે ગળાના ભાગે છરીના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી જેને પગલે પત્નીનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ બી ડીવીઝન પીઆઈ એન એ વસાવાને સોપવામાં આવી છે

Back to top button
error: Content is protected !!