MORBI:મોરબીની અંડર 17 ખેલાડી સૌમ્ય પાલની ટીમ ઈન્ડિયા CBSEમાં પસંદગી થઈ

MORBI:મોરબીની અંડર 17 ખેલાડી સૌમ્ય પાલની ટીમ ઈન્ડિયા CBSEમાં પસંદગી થઈ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE નવી દિલ્હી દ્વારા આયોજિત પ્રથમ ગર્લ્સ નેશનલ લેવલની ક્રિકેટ સ્પર્ધા ભોપાલમાં 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન યોજાઈ હતી.આ સ્પર્ધામાં વેસ્ટર્ન રિજીયન તરફથી રમતા મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની સૌમ્યા પાલની ટીમ ઈન્ડિયા સીબીએસઈમાં પસંદગી થઈ છે.
પસંદગીની માહિતી મળ્યા બાદ સંસ્થાના પ્રિન્સિપાલ શ્રીમતી સીમા જાડેજાએ પસંદગી પામેલ ખેલાડી અને તેના પરિવારજનોને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.આ ખેલાડી મોરબીની સૌથી મોટી ક્રિકેટ એકેડમી ધ રોર ક્રિકેટ ક્લબમાં તાલીમ મેળવી રહ્યો છે.વેસ્ટ ઝોનના હેડ કોચ ડો.અલી ખાને જણાવ્યું હતું કે પસંદ કરાયેલી ટીમ SGFI નેશનલ્સ માટે રમવા તેલંગાણા જશે.લેગ બ્રેક બોલર સૌમ્યા બાલે તેની પસંદગી માટે તેની સખત મહેનત અને તેના કોચ મનદીપ સર અને અલી સરને શ્રેય આપ્યો.









