GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ધરમપુર ગામના સ્મશાન પાસે સ્વીફ્ટ કાર મોટર સાયકલને‌ હડફેટે લેતા ચાલક ઇજાગ્રસ્ત.

 

MORBI:મોરબીના ધરમપુર ગામના સ્મશાન પાસે સ્વીફ્ટ કાર મોટર સાયકલને હડફેટે લેતા ચાલક ઇજાગ્રસ્ત.

 

 

મોરબી તાલુકાના નવા ધરમપુર ગામે રહેતા પ્રદીપભાઈ મનજીભાઈ કુવરિયા ઉવ.૩૦ ગઈ તા.૧૧/૦૨ ના રોજ સવારમાં પોતાનું મોટર સાયકલ ડ્રિમ ન્યુ હોન્ડા રજી. નં. જીજે-૦૩-એફએલ-૩૭૬૩ લઈને પેકેજીંગ કારખાનામાં મજૂરી કામે જતા હોય ત્યારે મોટર સાયકલમાં તેમની સાતગે તેમનો સાળો વિક્રમભાઈ બેસેલ હોય ત્યારે મોટરસાયકલ ધરમપુર ગામના સ્મશાન પાસે પહોંચ્યું ત્યારે સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૩૬-એલ-૩૩૩૯ વાળીના ચાલકે ફુલ સ્પીડમાં પોતાની કાર ચલાવી આવી સામેથી પ્રદીપભાઈના મોટરસાયકલનો ઠોકર મારતા પ્રદીપભાઈનો સાળો વિક્રમભાઈ નીચે પડી જતા તેને સામાન્ય ઇજા પહોંચી જ્યારે પ્રદીપભાઈને પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. હાલ તાલુકા પોલીસે સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

Back to top button
error: Content is protected !!