MORBI:મોરબી: ‘વન વીક વન રોડ’ અંતર્ગત મચ્છુના પટમાં ગરીબોના ઝૂંપડા પર બુલડોઝર ફરી વળ્યું, પણ નિયમ વિરુદ્ધની દીવાલ મુદ્દે તંત્ર મૌન!

MORBI:મોરબી: ‘વન વીક વન રોડ’ અંતર્ગત મચ્છુના પટમાં ગરીબોના ઝૂંપડા પર બુલડોઝર ફરી વળ્યું, પણ નિયમ વિરુદ્ધની દીવાલ મુદ્દે તંત્ર મૌન!
શહેરમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા હલ કરવા માટે નગરપાલિકા/મહાનગરપાલિકા તંત્ર દ્વારા હાલ ‘વન વીક વન રોડ’ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત આજે મચ્છુ નદીના પટમાં મોટા પાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કામગીરી દરમિયાન તંત્રની બેવડી નીતિ સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.મચ્છુના પટમાં સપાટો: અનેક પરિવારો બેઘર આજે વહેલી સવારથી જ તંત્રનો કાફલો મચ્છુ નદીના પટમાં પહોંચ્યો હતો. નદીના પટમાં ગેરકાયદેસર રીતે ઉભા કરી દેવાયેલા અનેક કાચા-પાકા ઝૂંપડાઓ પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું. તંત્રના જણાવ્યા અનુસાર, નદીની સફાઈ અને પૂર નિયંત્રણના ભાગરૂપે આ દબાણો હટાવવા જરૂરી હતા. જોકે, કડકડતી ઠંડીમાં આશ્રય છીનવાઈ જતાં ગરીબ પરિવારોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો.
સળગતો સવાલ: BAPSની નિયમ વિરુદ્ધની દીવાલ કેમ ન દેખાઈ? ડિમોલિશનની આ કામગીરી વચ્ચે શહેરીજનોમાં એક જ ચર્ચાએ જોર પકડ્યું છે કે, BAPSની વિવાદાસ્પદ નિયમ વિરુદ્ધની દીવાલ સામે તંત્ર લાલ આંખ કેમ નથી કરી રહ્યું?સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મચ્છુ નદીના પટ પાસે આવેલી સ્વામિનારાયણ મંદિરની દીવાલ પણ નિયમ વિરુદ્ધના દાયરામાં આવતી હોવાનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે.તંત્ર દ્વારા ગરીબોના ઝૂંપડા હટાવવા માટે ત્વરિત કાર્યવાહી કરનાર મહાનગરપાલિકાને આ વિશાળ દીવાલ કેમ દેખાતી નથી? શું માત્ર નબળા વર્ગ પર જ પાવર બતાવવા માંગે છે.જો શહેરને ખરેખર દબાણમુક્ત કરવું હોય, તો કાયદો બધા માટે સમાન હોવો જોઈએ.
આ દિવાલ વિરુદ્ધ જે તે સમયે મોરબી નગરપાલિકા દ્વારા તેને પાડવા માટેનો હુકમ કરી દેવામાં આવેલ અને jcb લઈને તંત્ર ત્યાં પહોંચી પણ ગયેલ બાદમાં નેતાઓની દરમિયાનગીરી બાદ જાતે દિવાલ હટાવી લેવાની વાત થતા તંત્ર પાછું ફરે ત્યારબાદ આજે વર્ષથી પણ ઉપરનો સમય થવા આવ્યો તેમ છતાં નાતો બીએપીએસ એ જાતે દિવાલ હટાવી કે ના તો તંત્ર ફરી પાછું હટાવવા માટે ગયું… આ જોતા ખરેખર ગરીબોનો કોઈ નથી તે સાચું છે.







